Wednesday, October 26, 2016

જીંદગી

મને તો ફક્ત વિશ્વાસ કરતાં આવડે,
બાકી તો બધું આ દુનિયા જ શીખવાડે.                        
--------------------
ડર એ નથી કે..... કોઈ રિસાઈ ને ચાલ્યુ જાય છે....
ડર તો એનો છે કે..... લોકો હસ્તાં હસ્તાં....
બોલવાનું બંધ કરી નાંખે છે......                        
--------------------
મૃત્યુ પછી રડનારની સંખ્યા કરતાં;
જિંદગીમાં સાથે હસનારાં ની ભીડ વધારે મહત્વની છે. ..
--------------------
ક્યારેક તો થાય કે, કોની સામે હસું ?? બધાય અંદરથી તો રડે છે....
ને વળી થાય કે કોની પાસે રડું ??? બધાય બહારથી તો હસે જ છે....
--------------------
ઉપવાસ અન્ન નો જ નહી; ખોટા વિચારો નો પણ કરો
સરલ બનો 💕સ્માર્ટ નહી
કેમ કે આપણને ભગવાને બનાવ્યા છે; *સેમસંગે નહી*
--------------------
માણસ પાસે બહુ રૂપિયો  થઇ જાય;
ત્યારે..!
માણસ '' *બહુ રૂપિયો* ''  થઇ જાય છે.....!!!
--------------------
ઝીંદગીના સફર માં માત્ર એટલું જ શીખ્યો છું,
સાથ કોઈક-કોઈક જ આપે છે
પણ ધક્કો મારવા બધા તૈયાર બેઠા છે
--------------------
અનુકૂળ સંજોગો માં જીવતો માણસ સુખી હોય છે...
                 પરંતુ
સંજોગો ને અનુકૂળ બનાવી ને જીવતો માણસ વધુ સુખી હોય છે...
--------------------
કોઈના થી ફક્ત આટલું નારાજ થવું...
કે એને તમારી કમી મહેસુસ થાય,
ન કે તમારા વિના જીવતા શીખી જાય.
--------------------
"કોઇ ના સમય ઉપર હસવા ની હીંમત ના કરતા..
.સમય ચેહરો યાદ રાખે છે"….

No comments:

Post a Comment